Posts

Showing posts from June, 2024

Surat (Olpad) ઓલપાડ તાલુકાના લવાછા ગામે તાલુકા કક્ષાના '૭૫મા વન મહોત્સવ'ની ઉજવણીમાં સહભાગી થતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ

Image
      ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત Surat (Olpad) ઓલપાડ તાલુકાના લવાછા ગામે તાલુકા કક્ષાના '૭૫મા વન મહોત્સવ'ની ઉજવણીમાં સહભાગી થતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ રૂ.૩૦ લાખના ખર્ચે નવનિર્મિત 'પંચવટી વિકાસ કેન્દ્ર'નું લોકાર્પણ કરતા વનમંત્રી મુકેશભાઈ પટેલ વૃક્ષોનું વાવેતર વધારવાના ભાગરૂપે વનમંત્રીએ રોપા વિતરણ માટે વૃક્ષયાત્રા રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ઓલપાડ તાલુકાના લવાછા ગામે સામાજિક વનીકરણ વિભાગ,સુરત વિસ્તરણ રેન્જ-ઓલપાડ દ્વારા તાલુકા કક્ષાના '૭૫માં વન મહોત્સવ'ની ઉજવણી કરાઇ હતી. જે અંતર્ગત મહત્તમ વૃક્ષો વાવી પર્યાવરણ જતનના સંદેશ સાથે લવાછા ગામે રૂ.૩૦ લાખમાં નવનિર્મિત 'પંચવટી વિકાસ કેન્દ્ર'નું મંત્રીશ્રીએ લોકાર્પણ કર્યું હતું. જેમાં કોમ્યુનિટી હોલ, શૃંગાર રૂમ, રસોડું, સ્ટોર રૂમ અને શૌચાલય સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. મંત્રીશ્રીએ વૃક્ષોનું વાવેતર વધારવાના ભાગરૂપે રોપા વિતરણ માટે વૃક્ષયાત્રા રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.              આ પ્રસંગે વનમંત્રીશ્રીએ દરિયાકિનારે વસેલા

માંગરોળ: વાવણી-પાકની કાપણી પહેલાં બણભા ડુંગરે અનાજ ચઢાવવાની અનોખી પ્રથા

Image
 માંગરોળ: વાવણી-પાકની કાપણી પહેલાં બણભા ડુંગરે અનાજ ચઢાવવાની અનોખી પ્રથા  માહિતી સ્રોત : સંદેશ ન્યુઝ 30-06-2024 બણબાદાદા, ગોવાલદેવ, કાળીકામાતા અને હનુમાન દાદાનું સ્થાનક  લીલીછમ વનરાજી, પક્ષીઓનો કલરવ સાંભળવા ૩૮૦ પગથિયાં ચઢવા પડે માંગરોળ તાલુકાના રટોટી, સણધરા, ઓગણીસા ગામની વચ્ચે આવેલા બણભા ડુંગરને ગરને પાંચ કરોડના ખર્ચે વન પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવ્યો છે. અહીં દર્શનાર્થીઓ અને સહેલાણીઓ શનિ-રવિની રજા માણવા પણ આવે છે. હાલ ચોમાસાની ઋતુમાં જંગલમાં લીલી ચાદર ઓઢેલા બણભા ડુંગરનો મનમોહક આહલાદક નજારો અને વિવિધ જાતના પક્ષીઓનો કલકલાટ સાંભળવાનો લહાવો પ્રવાસીઓએ અચૂક લેવો જોઈએ. આદિવાસીઓ દર વર્ષે વાવણી પહેલા અને પાકની કાપણી વખતે અનાજ ચઢાવવા માટે અહીં આવે છે. માંગરોળ તાલુકામાં મોટાભાગના વિસ્તારમાં આદિવાસીઓ વસવાટ કરે છે. વનરાજીથી ધેરાયેલા બણભા ડુંગરને વિકસાવવામાં ધારાસભ્ય ગણપત વસાવવાનો પણ સિંહફાળો છે. સુરત જિલ્લાનો સૌથી ઊંચો આ ડુંગર સુરતથી ૭૦ કિલોમીટર, માંડવીથી ૨૨ કિલોમીટર અને માંગરોળથી અંદાજે ૧૮ કિલોમીટરે અને વાંકલથી આઠ કિલોમીટરના અંતરે આવેલો છે. વન વિભાગ દ્વારા બણભા ડુંગર પર ચઢવા માટે ૩૮૦ પગથ

Surat (Mahuva) : મહુવા તાલુકાના ગાંગડિયા ગામની શિક્ષકપુત્રીએ નોકરીનો પ્રથમ પગાર વસરાઈ ધોડિયા સમાજ ભવનના નિર્માણ માટે દાન કર્યો.

Image
Surat (Mahuva) : મહુવા તાલુકાના ગાંગડિયા ગામની શિક્ષકપુત્રીએ નોકરીનો પ્રથમ પગાર  વસરાઈ ધોડિયા સમાજ ભવનના નિર્માણ માટે દાન કર્યો.  મું. ગાંગડીયા,તા.મહુવા, જિ. સુરત, શિક્ષકશ્રી પ્રફુલભાઇ પટેલ, પ્રોફેસર કુ. હેતા, પરિવારજનો અને ધોડિયા સમાજ માટે તારીખ 26-06-2 024નો દિવસ યાદગાર બન્યો.  પ્રફુલભાઇ પટેલ દિશા ધોડિયા સંગઠનના પાયાના કાર્યકર છે.  તેમજ  તેઓ એક એવોર્ડ વિનર શિક્ષક, જિલ્લા સંઘ, રાજ્યસંઘમાં પ્રતિનિધિત્વ કરનાર, સમાજના હિતેચ્છુ અને     સતત પ્રવૃત કર્મનિષ્ઠ યોગી. તેમની  દીકરી હેતાએ (msc.med.Gset - maths - Edu. TAT 1-2-CTET -) પૂર્ણ કરી હાલ જામનગર Bed કોલેજમાં કાયમી લેક્ચર તરીકે નિમણૂક પામી છે.તેમણે કર્મભૂમિ અને સમાજને યાદ કરી નોકરીનો પ્રથમ પગાર ૫૧,૦૦૦/- અંકે રૂપિયા એકાવન હજાર દિશા ધોડિયા સમાજ વસરાઇ સમાજભવન નિર્માણ માટે દાનમાં આપી આદિવાસી ધોડિયા સમાજમાં દાનને યોગ્ય દિશામાં આપવા માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે.  સાધારણ પરિવારની આ અસાધારણ ઉદારવૃત્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.જે ધોડિયા સમાજ સદાય માટે  યાદગાર અને પ્રેરણાદાયી રહેશે. આજે સમાજ માટે ગૌરવની પળ તો ખરી જ(ગામ ગાંગડીયા અને પરિવારે) સાચી મદદ પણ

Ahamedabad District shala Praveshotsav 2024 : Ahmedabad City, Daskroi, Sanand, Viramgam, Detroj-Rampura, Mandal, Bavla, Dholka, Dhandhuka, Dholera

Image
Ahamedabad District shala Praveshotsav 2024 : Ahmedabad City, Daskroi, Sanand, Viramgam, Detroj-Rampura, Mandal, Bavla, Dholka, Dhandhuka, Dholera  શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ, ખેંગારિયા પ્રાથમિક શાળા શાળા પ્રવેશોત્સવ..કન્યા કેળવણી મહોત્સવ.. ખેંગારિયા.2024-25 Posted by  Khengariya PrimarySchool  on  Wednesday, June 26, 2024 Posted by  Info Ahmedabad GoG  on  Thursday, June 27, 2024 Posted by  Info Ahmedabad GoG  on  Thursday, June 27, 2024 Posted by  Info Ahmedabad GoG  on  Thursday, June 27, 2024

Khergam|shamala faliya| Pomapal :શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો.

Image
 Khergam|shamala faliya| Pomapal :શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો. તારીખ : 26-06-2024નાં દિને   શામળા ફળિયા ક્લસ્ટરની  શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ શાળાનો સયુંકત કન્યા  કેળવણી, શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો હતો. જે નાયબ પોલિસ અધિક્ષકશ્રી ( વિભાગીય), ચીખલીનાં માનનીય શ્રી ભગીરથસિંહ ગોહિલ સાહેબની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં શામળા ફળિયા પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં 4 બાળકો, ધોરણ 1માં 8 બાળકો અને આંગણવાડીમાં 1 બાળક, જ્યારે પોમાપાળ પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં 5 બાળકો, ધોરણ 1માં 7 બાળકો અને આંગણવાડીમાં 2 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. સાહેબશ્રી શાળાનાં આચાર્યશ્રી પ્રજ્ઞાબેન પટેલ દ્વારા પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી ભગીરથસિંહ ગોહિલ સાહેબ દ્વારા પ્રવેશપાત્ર બાળકોને દફતર અને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. જ્યારે  ગ્રામ પંચાયતના સભ્યશ્રી હેમલતાબેન પટેલ દ્વારા પ્રવેશપાત્ર બાળકોને નોટબુક સહિત શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખેરગામ ગ્રામ પંચાયતના સભ્યશ્રી હેમલતાબેન પટેલ અને ર

Khergam (Vad) : વાડ મુખ્ય પ્રાથમિક શાળા અને ઊંચાબેડા પ્રાથમિક શાળાનો સંયુક્ત રીતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો.

Image
  Khergam (Vad) : વાડ મુખ્ય પ્રાથમિક શાળા અને  ઊંચાબેડા પ્રાથમિક શાળાનો સંયુક્ત રીતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો. આજરોજ વાડ મુખ્ય પ્રાથમિક શાળા અને  ઊંચાબેડા પ્રાથમિક શાળાનો સંયુક્ત રીતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી વાડ મુખ્ય પ્રા.શાળા માં કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી   તેજેન્દ્ર પટેલ સ્પોર્ટ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર સચિવશ્રી પધાર્યા હતા તેમની અધ્યક્ષતા હેઠળ આજના કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના થી કરવામાં આવી અને.. મહેમાનોનું પુસ્તકો આપી સ્વાગત કરવામાં આવ્યું.. જેમાં ગામના સરપંચ શ્રીમતી અંજલીબેન , SMC અધ્યક્ષ શ્રી વિજયભાઈ ગ્રામના અગ્રગણ્ય વ્યક્તિ દિનેશભાઈ તથા એમનો પરિવાર,તાલુકા પંચાયતના સભ્યશ્રી.જશોદાબેન,  ફતેહસિંહ ભાઈ પધાર્યા હતા.. સૌ પ્રથમ આંગળવાડીના બાળકોનો કીટ આપી પ્રવેશ કરાવ્યો હતો... તેમજ વાડ મુખ્ય પ્રાથમિક શાળાના ૨૫ બાળકો અને.. ઊંચાબેડા પ્રાથમિક શાળા ના ૬ બાળકો ને બાલવાટિકા માં પ્રવેશ આપ્યો હતો... જેમાં તમામ  બાળકોને..  દફતર .. નોટબુક પેન્સિલ અને રબરની કીટ  શાળા શિક્ષકો તરફથી મળી હતી... ધોરણ ૩ થી ૮ માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય

Khergam: કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવાયો.

Image
  Khergam: કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવાયો. આજરોજ તા.26/06/2024 ના બુધવારના દિને કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામ નો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્ર્મ કુમારશાળા ખેરગામના પ્રાર્થનાખંડમાં રાખવામાં આવ્યો હતો. જેમાં બાલવાટિકા માં 20 કુમાર અને 18 કન્યાઓને તેમજ ધોરણ 1માં 3 કુમાર અને 3 કન્યાઓ મળીને કુલ 44 બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળામાં અભ્યાસ કરતા વિશિષ્ટ પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તમામ બાળકોને શાળા પરિવાર તરફથી દફતર તથા વિવિધ પ્રકારની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગાંધીનગર સચિવાલય શિક્ષણ વિભાગ થી ઉપસ્થિત ઉપ સચિવ  શ્રી આશિષભાઈ ચૌધરી સાહેબે તમામ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી ચૌધરી સાહેબે ધોરણ 3 થી 8 ની ઉત્તરવહી અને એકમ કસોટી ચેક કરી શિક્ષકોને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્ર્મના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.બાળકો માટેની નિપુણ ભારત કાર્યક્રમ અંતર્ગત ધોરણ 1 થી 8 માટે પૂરી પાડવામાં આવેલ વિવિધ શૈક્ષણિક સામગ્રી નું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.આ પ્રસંગે  ગ્રામજનો

ગાંધીનગર : ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા કટિબદ્ધ ગુજરાત સરકાર...

Image
  ગાંધીનગર : ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા કટિબદ્ધ ગુજરાત સરકાર... ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા કટિબદ્ધ ગુજરાત સરકાર... રાજ્યવ્યાપી 'એન્ટી ડ્રગ કેમ્પઇન' જન-જન સુધી પહોંચાડવાનો... Posted by  Gujarat Information  on  Monday, June 24, 2024

Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તાલુકાનાં વિવિધ અધિકારીઓ દ્વારા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ.

Image
  Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તાલુકાનાં વિવિધ અધિકારીઓ દ્વારા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ. તારીખ : 23-06-2024નાં દિને ખેરગામ તાલુકાના  તોરણવેરા ગામે  મામલતદાર સાહેબશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ સાહેબની અધ્યક્ષતા હેઠળ  ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ.પી. વિરાણી સાહેબ, ખેરગામ પી.એસ.આઇ ગામિત સાહેબ, તાલુકા હેલ્થ ઓફિસર, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી પાણીપુરવઠા, ડી.જી.વી.સી.એલ.તથા વિવિધ કચેરીનાં અધિકારીશ્રી સાથે ગામના વિવિધ પ્રશ્નો જેવા કે પાણી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ, વીજળી, મહેસૂલનાં પ્રશ્નો, કાનૂની માર્ગદર્શન,અંગે વિસ્તૃત ચર્ચા કરી સોલ્યુશન લાવવા તથા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજ રોજ તોરણવેરા ગામે ખેરગામ મામલતદાર સાહેબ શ્રી ના અધ્યક્ષતા હેઠળ તાલુકા વિકાસ અધિકારીશ્રી ખેરગામ તાલુકાના પી.એસ.આઇ... Posted by  Sunil Dabhadiya  on  Saturday, June 22, 2024

સાગબારા તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોએ નાના ભૂલકાંઓ સાથે ગામમાં સ્થાનિક દેહવાલી બોલીમાં ગીતો ગાઈને શાળા પ્રવેશોત્સવ અંગે લોકજાગૃતિ ફેલાવવાનો અનોખો પ્રયાસ કર્યો.

"ચાલા ચાલા રે આંગણવાડી મેં..." નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોએ નાના ભૂલકાંઓ સાથે ગામમાં સ્થાનિક દેહવાલી બોલીમાં ગીતો ગાઈને શાળા પ્રવેશોત્સવ અંગે લોકજાગૃતિ ફેલાવવાનો અનોખો પ્રયાસ કર્યો. "ચાલા ચાલા રે આંગણવાડી મેં..." નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોએ નાના ભૂલકાંઓ સાથે ગામમાં સ્થાનિક... Posted by Gujarat Information on  Saturday, June 22, 2024

Khergam : પોમાપાળ પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો.

Image
   Khergam : પોમાપાળ પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો. તારીખ : 22-06-2 024નાં દિને પોમાપાળ પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જે ખેરગામ પોમાપાળ ફળીયાનાં આદિવાસી અગ્રણી આગેવાન તથા એલઆઈસીમાં ડીઓનાં હોદ્દા પર શોભાયમાન શ્રી જયેશભાઈ પટેલ તથા તેમના કુટુંબીજન તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળાનાં 29 બાળકોને તમામ વિષયની નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.  તે ઉપરાંત પણ તેઓ તેમના ગૃપ મિત્રો સાથે ધરમપુર, કપરાડાના વિસ્તારોમાં ગરીબ બાળકોને નોટબુક તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ કરે છે. આજના પોમાપાળ પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ કાર્યક્રમમાં ખેરગામ ગ્રામપંચાયતના ડેપ્યુટી સરપંચ શ્રી જીગ્નેશભાઈ પટેલ, ખેરગામ તાલુકા પંચાયતના સભ્ય શ્રીમતી વિભાબેન પટેલ, પોમાપાળ ફળિયાનાં સભ્ય શ્રી રાકેશભાઈ પટેલનાં હસ્તે 29 બાળકોને તમામ વિષયની નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.  શાળા પરિવાર વતી શાળાનાં આચાર્યશ્રી વાસંતીબેન પટેલ દ્વારા જયેશભાઈ પટેલ તથા તેમના પરિવાર માટે આભારની લાગણી વ્યક્ત કરે છે. તેમજ આ  કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા બદલ ગ્રામ પંચાયતનાં ડેપ્યુટી સરપંચશ્રી જીગ