Posts

Navsari : નવસારીના જીલ્લાના કછોલ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક કિશોરભાઈ આહીરનો નિવૃત્તિ વિદાય સત્કાર સમારોહ યોજાયો.

Image
 Navsari : નવસારીના જીલ્લાના કછોલ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક કિશોરભાઈ આહીરનો નિવૃત્તિ વિદાય સત્કાર સમારોહ યોજાયો. તારીખ:- 20/6/2024 ગુરુવારના રોજ શાળાના મુખ્ય શિક્ષકશ્રી. કિશોરભાઈ મંગાભાઈ આહીર નો નિવૃત્તિ વિદાય સત્કાર સમારોહમાં મુખ્ય મહેમાન શ્રી વિશાલસિંહ રાઠોડ (તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી,નવસારી) ,જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ, મહામંત્રી તથા કારોબારી સભ્ય, તાલુકા શિક્ષણ સંઘના પ્રમુખ, મહામંત્રી, બી.આર.સી.કો.,સી.આર.સી.કો.બીટ નિરીક્ષકશ્રી,ગામના ઉપસરપંચશ્રી,એમના પરિવારજનો, .એમ.સી. સભ્યો, ગામના તેમજ અન્ય આમંત્રિત મહેમાનો, ગ્રામજનો અને બાળકોની હાજરીમાં યોજવામાં આવ્યો.       એમણે તા: -20/ 6 /2000 થી અત્રેની શાળામાં શિક્ષણની સેવામાં જીવન સમર્પિત કરેલ છે. સમગ્ર કાર્યકાળમાં સૌ સાથે સુમેળભર્યા આત્મીયતાના વ્યવહારો હંમેશા યાદ રહેશે.      આપનું નિવૃત્તિ પછીનું શેષ જીવન પરિવાર સાથે આનંદથી પસાર થાય. આપ દીર્ધાયુષી અને સ્વાસ્થય સભર જીવન વ્યતીત કરો એવી સૌની શુભેચ્છાઓ..

Dolvan : ડોલવણના કણધા ગામમાં કાળાકાકર ડુંગર પર મેઘરાજાને રીઝવવા પૂજાવિધિ

Image
    Dolvan : ડોલવણના કણધા ગામમાં કાળાકાકર ડુંગર પર મેઘરાજાને રીઝવવા પૂજાવિધિ આદિવાસીઓના વાદ્યો વગાડી નાચગાન સાથે પૂજા કરાઈ ડોલવણના કણધા ગામમાં કાળાકાકર ડુંગર પર મેઘરાજાને રીઝવવા પૂજાવિધિ ડોલવણના કણધા ગામમાં કાળાકાકર ડુંગર કે જે કાળીયા મેઘ તરીકે ઓળખાતો હોય તે સ્થળ ઉપર મેઘરાજાને રીઝવવા આદિવાસી પરંપરા મુજબ પૂજાવિધી કરવામાં આવતા જેમાં ગ્રામજનો, વડીલો હાજર રહ્યા હતા. ડોલવણ તાલુકાના કણધા ગામમાં મેઘરાજાના વધામણા માટે તેમજ સીઝનનો સારો વરસાદ થાય તે માટે કાળો કાકર ડુંગર ઉપર આદિવાસી પરંપરા મુજબ પૂજાવિધી આજરોજ યોજવામાં આવી હતી. કણધાના ડુંગરને કેટલાંક લોકો વરૂણદેવના ડુંગર તો કેટલાંક કાળીયા મેઘના ડુંગર તરીકે ઓળખે છે,  ચોમાસામાં સારો વરસાદ આવે તે માટે મેઘરાજાને રિઝવવા યોજાયેલ પૂજાવિધીમાં નંદુરબાર વિસ્તારમાંથી ભગતો તેમજ જુદાજુદા ગામોમાંથી શ્રધ્ધાળુંઓ, ગ્રામજનો હાજર રહ્યા હતા. લોકો પોતાના ઘરેથી પપૈયા સહિતના ફળો, ડાંગર તેમજ જુદીજુદી સામગ્રીઓ તેમજ પૂજાવિધીનો સરસામાન લાવ્યા હતા. આદિવાસીઓના વાદ્યો વગાડી નાચગાન સાથે મેઘરાજાને મનાવવાની કોશિષ શ્રધ્ધાળુંઓએ કરી હતી.

Valsad,Navsari,Dang News paper updates 20-06-2024 :Valsad, Vapi, Kaprada,Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara,

Image
  Valsad,Navsari,Dang News paper updates 20-06-2024 :Valsad, Vapi, Kaprada,Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara, 

Gandevi : ગણદેવીની વડસાંગળ શાળાના ત્રણ વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ માટેની NMMS પરીક્ષામાં સિદ્ધિ

Image
   Gandevi : ગણદેવીની વડસાંગળ શાળાના ત્રણ વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ માટેની NMMS પરીક્ષામાં સિદ્ધિ નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ગણદેવી વડસાંગળ પ્રાથમિક શાળાનાં ત્રણ વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિમાં ઝળહળતો દેખાવ કરતા આનંદ વ્યાપી ગયો હતો. પ્રતિવર્ષ તેજસ્વી તારલાઓ ને આગામી ભણતર માટે શિષ્યવૃત્તિ આપતી NMMS પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓને ધો.૯ થી ધો.૧૨ એટલે કે ચાર વર્ષ સુધી દર વર્ષે ૧૨ હજાર એટલે કે કુલ ૪૮ હજારની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ પરીક્ષામાં વડસાંગળ શાળા ધો. ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત જયેશ પટેલ, જોયલ અનિલ પટેલ તથા નિયતિ હિતેશ હળપતિ શિષ્યવૃત્તિ મેળવવા હકદાર બન્યા છે.  ગામના સરપંચ મીના રાઠોડે વિદ્યાર્થીઓને માટે પ્રોત્સાહક ભેટ સ્વરૂપે ૨૧૦૦ રોકડ ભેટ આપી હતી. પ્રસંગે શાળાના શિક્ષકગણ તથા આચાર્ય ચંદ્રકાંત પટેલે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. મંડળના પ્રમુખ મનોજ પટેલ, ઉપપ્રમુખ મેહુલભાઈ, મંત્રી પિયુષભાઈ, તુષારભાઈ ,ભીખુભાઈ, ડાહ્યાકાકા મોરારકાકા, નારણકાકા,  ઉપસરપંચ આશિષભાઈ સહિત  અગ્રણીઓએ  વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. મિત પટેલ, જોયલ પટેલ

Tapi, Surat, Songadh, Vyara, Mahuva, Kim,Mangrol, Valod,Bardoli,Umarpada, palsana, Nizar, kukarmunda, Dolvan, Uchchhal,Kim, Olpad, Surat, Kamarej and Mandavi taluka's news updates, Latest news

Image
Tapi, Surat, Songadh, Vyara, Mahuva, Kim,Mangrol, Valod,Bardoli,Umarpada, palsana, Nizar, kukarmunda, Dolvan, Uchchhal,Kim, Olpad, Surat, Kamarej and Mandavi taluka's news updates, Latest news