ગુજરાતમાં આવેલ રાષ્ટ્રીય ઉદ્યાનો
ગુજરાતમાં આવેલ રાષ્ટ્રીય ઉદ્યાનો |National Parks in Gujarat (1)ગીર રાષ્ટ્રીય ઉદ્યાન (Gir Forest National Park) ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભ્યારણ્ય, (જે "ગીરનું જંગલ" કે "સાસણ-ગીર" તરીકે પણ ઓળખાય છે) તે ગુજરાતમાં આવેલું જંગલ અને વન્યજીવન અભ્યારણ્ય છે. તેની સ્થાપના ૧૯૬૫માં કરાયેલ,તે કુલ ૧૪૧૨ ચો.કી.મી. (૨૫૮ ચો.કી.મી. રાષ્ટ્રીય ઉદ્યાન અને ૧૧૫૩ ચો.કી.મી. અભ્યારણ્ય) ના વિસ્તારમાં ફેલાયેલ છે. આ ઉદ્યાન,જુનાગઢથી લગભગ ૬૫ કી.મી. દક્ષિણ-પૂર્વમાં આવેલું છે.આ એશિયાઇ સિંહો (Pantheraleopersica)નું એકમાત્ર રહેઠાણ છેએપ્રિલ ૨૦૦૫ની સિંહોની વસ્તી ગણતરી મુજબ ગીરમાં ૩૫૯ સિંહ નોંધાયેલા હતા,જે ૨૦૦૧ની સરખામણીએ ૩૨ નો વધારો સુચવે છે. 'સિંહ પ્રજનન કાર્યક્રમ' હેઠળ ઉદ્યાન અને આસપાસના પ્રદેશમાં,બંધીયાર અવસ્થામાં, અત્યાર સુધીમાં સિંહોની ૧૮૦ નસ્લને રક્ષણ અપાયેલ છે.ગીર વિસ્તારમાં હિરણ,શેત્રુંજી,ધાતરડી,શિંગોડા,મછુન્દ્રી,ઘોડાવરી અને રાવલ એમ સાત મુખ્ય નદીઓ આવેલ છે. જેના પરનાં ચાર બંધ (ડેમ) અનુક્રમે હિરણ,મછુન્દ્રી,રાવલ અને શિંગોડા પર,આવેલ છે તે સહીત સૌથી મોટો જળસ્ત્રોત કમલેશ્વર બંધ,કે જે ...