કુકરમુંડા: ભરપૂર મેઘમહેરને પગલે 30 ફૂટની ઉંચાઇથી પડતો વાલ્હેરી ધોધ ખીલી ઉઠ્યો.

 કુકરમુંડા: ભરપૂર મેઘમહેરને પગલે 30 ફૂટની ઉંચાઇથી પડતો વાલ્હેરી ધોધ ખીલી ઉઠ્યો.

કુકરમુંડા । કુકરમુંડા અડીને આવેલ મહારાષ્ટ્ર નંદુરબારના વાલ્હેરી ગામે સાતપૂળા ગીરીમાળામાંથી નીકળતી વલ્હેરી નદીનો 30 ફૂટ ઊંચાઈથી વહેતો ધોધ હાલ શરૂ થઈ જતાં જ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના સહેલાણીઓ આનંદ માણવા માટે મુલાકાત લેવાનું શરૂ થઈ ગયું છે. રોજના સો જેટલા લોકો આવી રહ્યા છે. સોળેકળાએ ખીલી ઉઠેલ ધોધનું સૌંદર્ય માણવા લોકો સવારથી સાંજ સુધી આવતા હોવ છે. પરંતુ દુખની વાત છે કે, વર્ષો બાદ પણ અહીં સુવિધાના નામે કશું જ નથી. પરિવાર સાથે ધોધ પર જવા માટે, પહેલાથી જ જરૂરિયાતની વસ્તુ સાથે લેવાનું ભૂલવું નહી. જેથી પિકનિક સુખદ બની રહે. માટે ખાસ કરીને કોઈ એવું જોખમ લેવું નહીં, જેનાથી દુઃખદ અનુભવ સહન કરવો પડે. 
કુકરમુંડાથી ધોધ માત્ર 10 કિમી દુર

સાતપૂળા ગીરીમાળામાં આવેલ ધોધ જોવા માટે કુંકરમુંડાથી પહોંચવું અત્યંત સરળ છે. અહીંથી માત્ર 10 કીમીના અંતરે ધોધ આવેલ છે. જ્યારે સુરતથી આશરે 200 કિલોમીટરનું અંતર છે. વ્યારાથી સોનગઢ થઈ અહીં પહોંચી શકાય છે. આ ઉપરાંત ભરૂચથી નેત્રંગ થઈ અક્કલકુવા થઈને આશરે 160 કિલોમીટરનું અંતર કાપીને જઈ શકાય છે. જ્યારે મહારાષ્ટ્રના નંદુરબારથી આશરે 60 કિલોમીટરનું અંતર કાપીને આ રમણીય ધોધ પર પહોચી શકાય છે.

ધોધને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની સ્થાનિક લોકોની માગ

આ ધોધને વધુ વિકસાવવા માટે સરકાર આ સ્થળ માટે જરૂરી પ્રોસીજર કરીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની જરૂર છે. વિકાસ કરે તો, ધોધનો સુંદર નજારો તો ખરો જ, પણ જોવા આવતા લોકો રાત્રી રોકાણ પણ કરી સાતપૂળા ગિરિમાળાનો નજારો પણ માણી શકે. ગ્રામજનો પણ નાની-મોટી રોજગારીનો લાભ મળી શકે. » રામસીંગ ભાઈ, સ્થાનિક, વાલ્હેરીગામ

Comments

Popular posts from this blog

સુરત: લાજપોર મધ્યસ્થ જેલ ખાતે રૂ.૧૮ લાખના ખર્ચે નવનિર્મિત મહાત્મા ગાંધી વિદ્યાલયના સ્માર્ટ કલાસ રૂમ લોકાર્પણ કરતાં ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવીઃ

Ahwa (Dang) :ડાંગ જિલ્લામાં આદિવાસીઓ દ્વારા પારંપરિક તેરા તહેવારની ઉજવણી.

સંતોષ આનંદ : કયા અકસ્માતે તેને તોડી નાખ્યો અને તે સાંભળીને બધા રડી પડ્યા.