I am Suresh Patel. I am a primary school teacher. I am educational blogger.I live in khergam navsari district. I share educational information and social information posts.
Khergam news : ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. તારીખ 03-09-2024નાં દિને ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. જેમાં ધોરણ 5 થી 8નાં 80 બાળકોએ 24 કૃતિઓ રજૂ કરી હતી.જેમાં બાળકોએ કાર્યશીલ કૃતિઓ રજૂ કરી બાળકોમાં કુતૂહલ જમાવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં વૈજ્ઞાનિક વિચારસરણી અને વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેમજ આવનાર સમયમાં બાળ પ્રદર્શન યોજાનાર હોય બાળકો તેના પર ધ્યાન કેન્દ્રિત કરી અવનવી આઈડિયા વિચારતો થાય અને તેને કૃતિમાં પરિવર્તિત કરે એ હેતુ સિદ્ધ થાય છે. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, ખેરગામ BRC વિજયભાઈ પટેલ, ખેરગામ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી કિરીટભાઈ પટેલ તેમજ શાળાનાં આચાર્ય/તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ સહ શાળા પરિવાર ઉપસ્થિત રહી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા.તમામ બાળકોને પ્રમાણપત્ર અને સ્મૃતિ ભેટ આપવામાં આવ્યા હતા.
ગણદેવી તાલુકાના અમલસાડ સરી સ્ટેશન કન્યા શાળા -૧ નું શાળા કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન- 2024/25 યોજાયું. શાળા કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન-૨૦૨૪/૨૫ શાળાના સભાખંડમાં તાલુકા પંચાયત ગણદેવીના પ્રમુખશ્રી માન.પ્રશાંતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને યોજાયું, જેમાં અતિથી વિશેષ ગણદેવી બીઆરસી કો-ઓ. શ્રીમતી સોનલબેન કનેરીયા, ગણદેવી પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી કલ્પેશભાઈ ટંડેલ, અમલસાડ ગામના સરપંચશ્રી નિલેશભાઈ નાયક, ઉપસ્થિત રહ્યા. એસએમસી અધ્યક્ષ શ્રી મોહનભાઇ પટેલ તેમજ સમગ્ર એસએમસી સભ્યોના સહકાર અને પ્રચાર પ્રસારથી મોટી સંખ્યામાં વાલીઓ પ્રદર્શન નિહાળવા ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદનાથી થઈ . મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. ધોરણ ૬ થી ૮ની કુલ ૩૬ કૃતિ અને ધોરણ ૩ થી ૫ની ૩૫ મળી કુલ ૭૧ કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી. તમામ બાળકોએ પોતાની જિજ્ઞાસા વૃતિથી અને વાલીઓની મદદથી પોતાનો પ્રોજેકટ તૈયાર કર્યો હતો. સમગ્ર માર્ગદર્શન વિજ્ઞાન શિક્ષકશ્રી સંજયભાઈ અને બી.એડના તાલીમાર્થી ફોરમબેન વશી દ્વારા આપવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ પોતાની સૂઝ-બૂઝનો ઉપયોગ કરીને વાલી...
Ahwa (Dang) :ડાંગ જિલ્લામાં આદિવાસીઓ દ્વારા પારંપરિક તેરા તહેવારની ઉજવણી. Courtesy: Sandesh news paper ડાંગ જિલ્લામાં તેરા તહેવારની હર્ષોઉલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તેરા તહેવારએ ચોમાસાની ઋતુમાં ડાંગી આદિવાસીઓ માટે વર્ષનો પ્રથમ તહેવાર ગણવામાં આવે છે. ડાંગ જિલ્લામાં આદિવાસીઓનાં દરેક તહેવારો પ્રકૃતિ સાથે જોડાયેલા છે. તેરા તહેવાર નિમિત્તે જંગલમાંથી તેરા છોડનાં પાંદડા લાવી તેની પૂજા કરવામાં આવે છે. આળુના કંદને ફણગો થઈ પાન આવતા લગભગ ૧૫-૨૦ દિવસ વિતી જાય અને અષાઢ માસ આવે ત્યારે તેરા પર્વ ઉજવાય છે, ડાંગ જિલ્લાનાં દરેક ગામડાઓમાં પાટીલ, કારબારી અને આગેવાનો સાથે મળીને તેરા તહેવારની ઉજવણી વિશે દિવસ નક્કી કરતા હોય છે. આ દિવસે આદિવાસીઓ નવા થયેલા આળુના પાંદડા લાવી તે બાફી ( રાંધી ) તેનુ શાક બનાવે છે, તે દિવસે પાંદડાનું મહત્વ ઘણુ જ હોય છે. પ્રથમએ પાંદડા લાવી ઘર પર મુકવામાં આવે છે અને જ્યારે ગાંવદેવી અને ગામની સીમ પર આવેલા વાઘદેવની પૂજા થાય, ત્યાર પછી જ તે પાંદડા પર પાણી છાંટીને ઘરમાં લાવવામાં આવે છે અને શાક કે ભાજી બનાવામાં આવે છે. એ નવુ શાક પ્રથમ કુળદેવી-ગાંવદેવીને નૈવેધ ધરવા...
Comments
Post a Comment